STD 8 SOCIAL SCIENCE
અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા
અહીં પ્રકરણ 5 "અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા" માંથી 10 બહુવિકલ્પ પ્રશ્નો (MCQ) અને તેમના જવાબો માટે ગેમ રમો.
પ્રશ્ન: પ્રાચીન ભારતમાં વિશ્વ વિખ્યાત વિદ્યાપીઠો કઈ હતી?
(A) તક્ષશિલા, નાલંદા, વલભી, વિક્રમશિલા
(B) વારાણસી, પ્રયાગરાજ, ઉજ્જૈન
(C) કાશી, મથુરા, હરિદ્વાર
(D) ઉપરોક્તમાંથી કોઈ નહીં
પ્રશ્ન: મુઘલકાળના ભારતમાં ખાસ કરીને અકબરના શાસનથી કઈ ભાષાઓમાં શિક્ષણનો પ્રચાર-પ્રસાર થયો?
(A) ફારસી, ઉર્દૂ અને સ્થાનિક ભાષાઓ
(B) સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી
(C) અંગ્રેજી, બંગાળી અને તમિલ
(D) અરબી, ઉર્દૂ અને મરાઠી
પ્રશ્ન: મુઘલકાળના પતન પછી હિંદુ ધર્મસ્થાનોમાં આવેલી પાઠશાળાઓ અને મસ્જિદોમાં આવેલી મદરેસાઓ કેવું શિક્ષણ આપતી હતી?
(A) ઉચ્ચ કક્ષાનું
(B) પ્રાથમિક કક્ષાનું
(C) ટેકનિકલ શિક્ષણ
(D) વ્યવસાયિક શિક્ષણ
પ્રશ્ન: અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં શિક્ષણનો યોગ્ય પ્રસાર શા માટે થઈ શક્યો નહિ?
(A) તેમની નીતિને કારણે
(B) ભારતીયોના વિરોધને કારણે
(C) શિક્ષણની જરૂરિયાત ન હોવાથી
(D) શિક્ષકોના અભાવને કારણે
પ્રશ્ન: ઈ.સ. 1765 પછી અંગ્રેજોની દીવાની સત્તા ક્યાં પ્રસ્થાપિત થઈ?
(A) બંગાળ, બિહાર અને ઓડિશા
(B) મુંબઈ, મદ્રાસ અને સુરત
(C) દિલ્હી, આગ્રા અને લખનઉ
(D) ગુજરાત, રાજસ્થાન અને પંજાબ
પ્રશ્ન: અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની આગવી પદ્ધતિ કયા નામે પ્રચલિત હતી?
(A) ગામઠી શાળાઓ, પંડ્યાની શાળાઓ કે ધૂળિયા નિશાળો
(B) ગુરુકુળ
(C) આશ્રમશાળા
(D) વિદ્યાપીઠ
પ્રશ્ન: અંગ્રેજોએ ભારતમાં બ્રિટિશ ઢબની શિક્ષણ વ્યવસ્થા શરૂ કરવા માટે શું કર્યું?
(A) વિદેશી શાળાઓ સ્થાપી
(B) ભારતીય વિદ્વાનોને પ્રોત્સાહન આપ્યું
(C) 1813નો સનદી ધારો પસાર કર્યો
(D) ગુરુકુળોને આધુનિક બનાવ્યા
પ્રશ્ન: ઈ.સ. 1813ના સનદી ધારામાં કઈ જોગવાઈ કરવામાં આવી હતી?
(A) શિક્ષણ માટે દર વર્ષે 1 લાખ રૂપિયા ખર્ચવાની જોગવાઈ
(B) નવા શિક્ષકોની ભરતી
(C) શાળાઓ બાંધવાની જોગવાઈ
(D) વિદેશી શિક્ષણનો પ્રસાર
પ્રશ્ન: અંગ્રેજોને ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવા માટે કોણે ભલામણ કરી?
(A) થોમસ બેબીંગ્ટન મેકોલે
(B) લોર્ડ વિલિયમ બેન્ટિક
(C) લોર્ડ ડેલહાઉસી
(D) લોર્ડ રિપન
પ્રશ્ન: અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ ભારતમાં કોના સમયમાં થયો?
(A) લોર્ડ રિપન
(B) લોર્ડ વિલિયમ બેન્ટિક
(C) લોર્ડ ડેલહાઉસી
(D) લોર્ડ કરઝન
No comments:
Post a Comment