ગુજરાતી વિરોધી શબ્દો (Antonyms) - ભાગ ૩
| શબ્દ | વિરોધી શબ્દ |
|---|---|
| અહંકાર | નમ્રતા |
| અધમ | ઉત્તમ |
| આદાન | પ્રદાન |
| અધિક | ન્યૂન |
| અનાથ | સનાથ |
| આદ્ય | અંત્ય |
| આરંભ | અંત |
| અધૌગતિ | સદગતિ |
| ઉદ્ધત | નમ્ર |
વિરોધી શબ્દોના વાક્ય પ્રયોગ
1. માણસ પાસે ગમે તેટલી સિદ્ધિ હોય પણ તેને અહંકાર ન કરવો જોઈએ, હંમેશા સ્વભાવમાં નમ્રતા રાખવી જોઈએ.
2. સમાજમાં અધમ કાર્યો કરનારની નિંદા થાય છે, જ્યારે ઉત્તમ વિચારોવાળા વ્યક્તિનું સન્માન થાય છે.
3. જ્ઞાન અને વિચારોનું આદાન અને પ્રદાન કરવાથી જ બૌદ્ધિક વિકાસ શક્ય બને છે.
4. ભોજનમાં મીઠું અધિક હોય કે ન્યૂન હોય, બંને પરિસ્થિતિમાં સ્વાદ બગડી જાય છે.
5. કોઈપણ શુભ કાર્યનો આરંભ જો ઉત્સાહથી કરવામાં આવે તો તેનો અંત પણ સુખદ જ હોય છે.
No comments:
Post a Comment