ધોરણ 8 ગુજરાતી પાઠ 8 ઘર | શબ્દાર્થ અને સ્વાધ્યાય | Dhoran 8 Gujarati Path 8 Ghar
ધોરણ 8 ગુજરાતી | પાઠ 8: ઘર
અહીં ધોરણ 8 ના ગુજરાતી વિષયના પ્રકરણ 8 'ઘર' ના સ્વાધ્યાયમાં આવતા તમામ મહત્વપૂર્ણ શબ્દાર્થ, શબ્દ સમૂહ અને રૂઢિપ્રયોગના અર્થ આપવામાં આવ્યા છે. આ માહિતી વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીમાં ખૂબ જ ઉપયોગી થશે.
શબ્દાર્થ (શબ્દ અને તેના અર્થ)
| શબ્દ |
અર્થ |
| વાસ |
પોળ, મહોલ્લો |
| વ્યગ્ર |
વ્યાકુળ, અસ્થિર, ગભરાયેલું, અજંપાવાળું |
| વિશ્રંભકથા |
ખાનગી વાત |
| ભાંભરવું |
ગાયનું બરાડવું |
| રાગ |
(અહીં) મોહ મમતા, આસક્તિ |
| ગૃહદેવતા |
ઘરના દેવ |
| રેલ્લા |
વાછરડાં |
| સામાયિક |
અહીં નિત્યકર્મ |
| મુખર |
વાચાળ |
| છો |
ભલે |
શબ્દ સમૂહ માટે એક શબ્દ
| શબ્દ સમૂહ |
એક શબ્દ |
| આવી પડેલું; વગર નોતરે આવેલું; અતિથિ |
આગંતુક |
| જીર્ણ; છેક જૂનું; ઘસાઈ કે ખવાઈ ગયેલું |
જીરણ |
| ઘરની બાજુની દીવાલ |
કરો |
| રક્ષિત નહિ એવું |
અરક્ષિત |
| વ્યવહારની બાબતોમાં કુશળ; વ્યવહારદક્ષ |
વ્યવહાર કુશળ |
| ઘરનો શરૂનો ખુલ્લો ભાગ |
ઓસરી |
| માટીની ભીંતનું નાનું ઘર; ઓરડી |
ખોરડું |
| લીંપવા માટે બનાવેલો છાણ માટીનો ગારો |
ગાર |
| મરનારને સુવાડવા લીંપને તૈયાર કરેલી જગા |
ચોકો |
| ઢોરના નીરણ માટે આડું લાકડું રાખીને કરેલી જગા |
ગમાણ |
| લાગણીના ઊભરાથી છાતીમાં ભરાતો ડચૂરો |
ડૂમો |
| ઘરની પાછલી ભીંત |
પછીત |
| કોઈ દોષ, ગુનો કર્યો હોય તેવું મનોમન અનુભવવું |
અપરાધભાવ |
| બાનામાં આપેલા પૈસાનુ ખત |
બાનાખત |
| છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું |
મોભ |
| જોઈ ન શકાય તેવું |
અદૃષ્ટ |
રૂઢિપ્રયોગ અને તેના અર્થ
| રૂઢિપ્રયોગ |
અર્થ |
| અડવું લાગવું |
સારું ન લાગવું, રુચિ બહાર લાગવું |
| રોટલો રળવો |
આજીવિકા મેળવવી |
No comments:
Post a Comment