STD 7 GUJARATI CHAPTER 2
ગુપ્તદાન
- પીતાંબર પટેલ
પીતાંબર પટેલનો જન્મ મહેસાણા જિલ્લાના શેલાવી ગામે ઈ.સ. 1918માં થયો હતો. તેઓ વાર્તાકાર અને નવલકથાકાર તરીકે જાણીતા છે. ગ્રામજીવનના પ્રશ્નોને તેમણે પોતાની કૃતિઓમાં સરસ રીતે ગૂંથી લીધા છે. ‘રસિયો જીવ’, ખેતરને ખોળે ભાગ 1 અને 2 તેમની જાણીતી રચનાઓ છે. તેમનું અવસાન ઈ.સ. 1977માં થયું હતું.
દાન કરવું સારું છે, પણ એ ગુપ્ત રાખવું એથીયે સારું છે. આ વાર્તામાં ભીખા- શેઠ ખૂબ કંજુસાઈ કરીને ભેગા કરેલા પૈસાનું ગુપ્તદાનમાં કરે છે. ગામડાનાં દીનદુખિયાં માટે એમણે કરેલું ગુપ્તદાન એમ શીખવી જાય છે કે પૈસાનો સંગ્રહ પોતાને માટે નહિ, પણ બીજાને માટે હોવો જોઈએ..
આમ, પ્રેરક વાર્તામાં ગુપ્તદાનનો મહિમા વણી લેવાયો છે. અંતરિયાળ ગામડામાં કાર્ય કરતા એક ડૉક્ટરનો ભીખા શેઠ વિશેનો અભિપ્રાય વાર્તાને અંતે જે રીતે બદલાય છે તે બહુ જ રોચક અને પ્રેરણાદાયી છે. એકદમ કંજૂસ લાગતા ભીખા શેઠ કીર્તિની તમા કર્યા વિના ગુપ્તરીતે દાન આપે છે ત્યારે તેમનું વ્યક્તિત્વ મૂઠી ઊંચેરું સિદ્ધ થાય છે.
શબ્દાર્થ
- સૂગ =અરુચિ,
- વંચિત =વિમુખ
- પાયરી =પદવી
- પેઠે= ની જેમ
- ખેદ =દુઃખ
- અકળ =ન સમજાય તેવું
- રખેવાળ- ચોકીદાર
- નફરત= તિરસ્કાર
- બોદો =ઢીલો, નબળો
- પંકાયેલું= જાણીતું,
- પુણ્યપ્રકોપ =ખોટું થતું જોઈને જાગતો ક્રોધ
- ધીરધાર =વ્યાજે નાણાં આપવાં તે
No comments:
Post a Comment