Famous Fairs of Gujarat
ગુજરાતના પ્રસિદ્ધ મેળાઓ વિશે જાણો અને સાંભળો
🐪 Vautha Fair – વૌઠા મેળો
Vautha Fair is held near Dholka in Ahmedabad.
વૌઠા મેળો અમદાવાદના ધોળકા નજીક યોજાય છે.
It falls on Kartik Purnima.
આ મેળો કારતક પૂર્ણિમાના દિવસે યોજાય છે.
Traders, farmers, and families come here.
વેપારીઓ, ખેડૂતો અને પરિવારો અહીં આવે છે.
People bring camels and donkeys to sell.
લોકો વેચાણ માટે ઊંટ અને ગધેડા લઈને આવે છે.
Visitors see puppet shows, enjoy local music, and eat tasty food.
મુલાકાતીઓ કઠપૂતળીના કાર્યક્રમો જુએ છે, સ્થાનિક સંગીતનો આનંદ માણે છે અને સ્વાદિષ્ટ ભોજન ખાય છે.
The fair is for trade and also for meeting people.
આ મેળો વેપાર તેમજ લોકો સાથે મળવા માટે પણ છે.
It is one of the biggest animal fairs in Gujarat.
આ ગુજરાતના સૌથી મોટા પશુ મેળાઓમાંનો એક છે.
તૈયાર છે. Play દબાવીને સાંભળો.
🔱 Bhavnath Fair – ભવનાથ મેળો
Bhavnath Fair is held at Girnar hills near Junagadh, from one night before Maha Shivratri to next five days.
ભવનાથ મેળો જુનાગઢ નજીક ગિરનારની ટેકરીઓમાં મહાશિવરાત્રીના એક દિવસ પહેલાંની રાતથી આગળના પાંચ દિવસ સુધી યોજાય છે.
Many saints, sadhus, and devotees of God Shiv come here.
ઘણા સંતો, સાધુઓ અને ભગવાન શિવના ભક્તો અહીં આવે છે.
People take a holy bath and pray in the temple.
લોકો પવિત્ર સ્નાન કરે છે અને મંદિરમાં પ્રાર્થના કરે છે.
There are shops with sweets, clothes, and music items.
અહીં મીઠાઈ, કપડાં અને સંગીતની વસ્તુઓની દુકાનો હોય છે.
The fair is for worshipping God Shiv and asking for blessings.
આ મેળો ભગવાન શિવની પૂજા કરવા અને આશીર્વાદ મેળવવા માટે યોજાય છે.
It shows the spiritual faith of Indian people.
આ મેળો ભારતીય લોકોની આધ્યાત્મિક શ્રદ્ધા દર્શાવે છે.
તૈયાર છે. Play દબાવીને સાંભળો.
🙏 Shamlaji Fair – શામળાજી મેળો
Shamlaji Fair is held at the Shamlaji Temple in Aravalli.
શામળાજી મેળો અરવલ્લી જિલ્લામાં આવેલા શામળાજી મંદિરે યોજાય છે.
It falls in Kartik month.
આ મેળો કારતક મહિનામાં યોજાય છે.
People come from Gujarat and Rajasthan.
લોકો ગુજરાત અને રાજસ્થાનમાંથી અહીં આવે છે.
People used to travel by bullock carts and camels.
લોકો અગાઉ બળદગાડા અને ઊંટ દ્વારા મુસાફરી કરતા હતા.
They pray to God Vishnu in the temple.
તેઓ મંદિરમાં ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરે છે.
They also buy jewellery, clothes, and crafts.
તેઓ દાગીના, કપડાં અને હસ્તકલાની વસ્તુઓ પણ ખરીદે છે.
The fair shows devotion, trade, and animal travel.
આ મેળો ભક્તિ, વેપાર અને પ્રાણીઓ દ્વારા થતી મુસાફરી દર્શાવે છે.
It connects the culture of Gujarat and Rajasthan.
આ મેળો ગુજરાત અને રાજસ્થાનની સંસ્કૃતિને જોડે છે.
તૈયાર છે. Play દબાવીને સાંભળો.
🌸 Madhavpur Fair – માધવપુર મેળો
Madhavpur Fair is held in Madhavpur village near Porbandar.
માધવપુર મેળો પોરબંદર નજીક આવેલા માધવપુર ગામમાં યોજાય છે.
It starts from Chaitra Shukla Paksha Navami for five days.
આ મેળો ચૈત્ર સુદ નવમીથી શરૂ થઈને પાંચ દિવસ સુધી ચાલે છે.
Villagers and devotees of God Krishna take part in it.
ગામ લોકો અને ભગવાન કૃષ્ણના ભક્તો તેમાં ભાગ લે છે.
The fair celebrates the marriage of Krishna and Rukmini.
આ મેળો ભગવાન કૃષ્ણ અને રુક્મિણીના લગ્નની ઉજવણી કરે છે.
People do garba, sing songs, and visit colourful shops.
લોકો ગરબા કરે છે, ગીતો ગાય છે અને રંગબેરંગી દુકાનોની મુલાકાત લે છે.
One can buy toys, snacks, and clothes.
અહીં રમકડાં, નાસ્તો અને કપડાં ખરીદી શકાય છે.
The fair spreads joy and keeps Krishna's story alive.
આ મેળો આનંદ ફેલાવે છે અને ભગવાન કૃષ્ણની કથા જીવંત રાખે છે.
તૈયાર છે. Play દબાવીને સાંભળો.
No comments:
Post a Comment