std 6 gujarati chapter 2
વાર્તા રે વાર્તા
સંકલિત
વાર્તા બનાવવાના એક પ્રયોગ હેઠળ તૈયાર થયેલ આ વાર્તામાં એક હાથી પોતાના ઉન્માદમાં આંબાની ડાળી પરનાં કાગડીનાં ઇંડાં ફોડી નાખે છે, એ પછી કાગડી પક્ષીઓના રાજા ગરુડ આગળ ફરિયાદ નોંધાવે છે, પક્ષીસેના હાથી પર આક્રમણ કરીને તેની સાન ઠેકાણે લાવે છે, અંતે હાથીને તેની ધર્મની બહેન કબૂતરી જણાવે છે કે સાચા દિલથી પસ્તાવો કરનારને માફી મળે છે.
શબ્દાર્થ
શિયાવિયા ગભરાયેલું, બાવરું
ઘડી-બે-ઘડી જરા વાર, થોડો વખત
ફોદો લોચો (અહીં ઈડાનો લોચો)
કકળાટ કજિયો, રડારોળ, કલ્પાંત
ગમગીન ઉદાસ, ખિન્ન
યાચના વિનંતી, પ્રાર્થના
હદપારી હદપાર કે હદબાર થવું તે
હાંફળુંફાંફળું ગભરાયેલું, બેબાકળું
ચિત્કાર ચીસ કસદાર રસાળ
રૂઢિપ્રયોગ
મોંમાંથી પાણી છૂટવું ખાવાની ઇચ્છા થવી, મોંમાં લાળ છૂટવી
ઘાણ નીકળી જવો ભયંકર સંહાર થઈ જવો; પાયમાલી થઈ જવી
હસવામાંથી ખસવું થવું મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવવું
અભિમાન ઓગળી જવું ગર્વ જતો રહેવો
ગેલમાં આવી જવું આનંદમાં આવી જવું
No comments:
Post a Comment